ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2025 2029 સુધીનો એક શેડ્યૂલ જાહેર કર્યો છે, જેને ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ (FTP) નામ આપવામાં આવ્યું છે. આ પહેલ ICC મહિલા ચેમ્પિયનશિપ સાયકલનો ભાગ હશે, જેમાં આગામી 4 વર્ષમાં મહિલા ક્રિકેટર્સ વચ્ચે 44 વનડે સિરીઝ રમાશે. પરંતુ આ પહેલની સૌથી રસપ્રદ વાત એ છે કે 2025-2029 સુધી દર વર્ષે મહિલા ક્રિકેટર્સ માટે એક ICC ટૂર્નામેન્ટ યોજાશે.
આ પ્રોગ્રામ 2029 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને સેટ કરવામાં આવ્યો છે, જેમાં 11 ટીમો ભાગ લેશે. ઝિમ્બાબ્વે આ ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરશે, જે મહિલા ક્રિકેટના વૈશ્વિક સ્તરે વિકાસમાં યોગદાન આપશે. આગામી ચાર વર્ષમાં દરેક ટીમ પોતાના ઘરઆંગણે ચાર અને વિદેશી મેદાન પર પણ ચાર વનડે સિરીઝ રમશે. આ રીતે કુલ 44 સિરીઝ રમાશે, દરેક સિરીઝમાં 3 મેચ હશે. એટલે કે બધી ટીમો વચ્ચે કુલ 132 મુકાબલા થશે.