પાકિસ્તાનમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડયુઅલ તૈયાર, મંજૂરી મળી તો ભારત-પાકિસ્તાન લાહોરમાં ટકરાશે !

મ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે, જેમાં 10 માર્ચ ફાઇનલ માટે રિઝર્વ ડે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટૂર્નામેન્ટની 15 મેચોનો ડ્રાફ્ટ ICCને મોકલી

New Update
ICC
મ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે, જેમાં 10 માર્ચ ફાઇનલ માટે રિઝર્વ ડે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટૂર્નામેન્ટની 15 મેચોનો ડ્રાફ્ટ ICCને મોકલી દીધો છે.
ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમોના બોર્ડની સંમતિ લીધા પછી જ ICC આ શેડ્યૂલને મંજૂરી આપશે.લાહોરમાં 1 માર્ચે પાકિસ્તાન તેના સૌથી મોટી હરીફ ટીમ ભારતનો સામનો કરી શકે છે. જો કે, BCCIએ હજુ સુધી આ મેચ માટે પોતાની સંમતિ આપી નથી. આઈસીસી બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ બુધવારે પીટીઆઈને આ માહિતી આપી.1996 પછી પહેલીવાર પાકિસ્તાન કોઈ મોટી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરશે. જો કે, પીસીબીએ 2008માં સમગ્ર એશિયા કપનું આયોજન કર્યું હતું અને ગયા વર્ષે પણ એશિયા કપની કેટલીક મેચો પાકિસ્તાનમાં યોજાઈ હતી.
Latest Stories