/connect-gujarat/media/media_files/2025/01/24/N4VudPpCNB8vQsVgT0VA.jpg)
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની બીજી મેચ 25 જાન્યુઆરી શનિવારના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ કોલકાતામાં રમાઈ હતી. ભારતે આ મેચ સાત વિકેટે જીતી લીધી હતી. ભારતીય ટીમ આ મેચ જીતીને સીરીઝમાં 2-0થી લીડ લેવા ઈચ્છશે. જ્યારે ઈંગ્લેન્ડ આ મેચ જીતીને સીરીઝ બરાબર કરવા ઈચ્છશે. જો મેચ દરમિયાન ચેન્નાઈના હવામાનની વાત કરીએ તો તે ખેલાડીઓને પૂરો સાથ આપી શકે છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી T20 મેચની સિઝનની વાત કરીએ તો ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. શનિવારે વરસાદની બિલકુલ શક્યતા નથી. ચેન્નાઈનું હવામાન મોટાભાગે ગરમ રહે છે. પરંતુ શનિવારે હવામાન થોડું ભેજવાળું રહી શકે છે. તાપમાનની વાત કરીએ તો તે 23 ડિગ્રીથી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.