ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સીરીઝની ત્રીજી મેચ આજે ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી T20 સીરીઝની ત્રીજી મેચ આજે રવિવારે સાંજે ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે

New Update
ind-vs-sa_419142438_sm

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી T20 સીરીઝની ત્રીજી મેચ આજે રવિવારે સાંજે ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. હાલમાં આ સીરીઝ 1-1થી બરાબર છે. જો કે આજની મેચ જીતનાર ટીમને સીરીઝમાં લીડ મળી જશે. કટકમાં રમાયેલી પહેલી મેચમાં સૂર્યકુમાર યાદવની ટીમ જીતી ગઈ હતી. જ્યારે બીજી મેચમાં મહેમાન ટીમે શાનદાર વાપસી કરીને જીત નોંધાવી હતી. 

આ સીરીઝની પહેલી બંને મેચોમાં ભારતીયની સૌથી મોટી નબળાઈ ટીમનો ટોપ ઓર્ડર રહ્યો છે. શુભમન ગિલ બંને મેચમાં પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો, અભિષેક શર્મા પણ મોટી ઇનિંગ રમી શક્યો નહીં. તો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ સંઘર્ષ કરી રહ્યા છે, તેમના બેટથી રન નીકળી રહ્યા નથી. જ્યારે અર્શદીપની બોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. તેણે ચંડીગઢમાં રમાયેલી T20માં 9 વાઇડ બોલ ફેંક્યા હતા. તેણે એક જ ઓવરમાં 7 વાઇડ નાખ્યા હતા. ભારતે બીજી T20માં 22 એકસ્ટ્રા રન આપ્યા. ત્યારે હવે આજની મેચ માટે ભારતીય ટીમે આમાં પણ સુધારો કરવાની જરૂર છે. હવે ત્રીજી T20 મેચ રોમાંચક અને મહત્ત્વપૂર્ણ હશે. ત્યારે ચાલો મેચ દરમિયાન હવામાન કેવું રહેશે, મેચનું લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગની વિગતો.ધર્મશાલાના આ મેદાન પર અત્યાર સુધીમાં 10 T20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમ અને રન ચેઝ કરનારી ટીમે 4-4 મેચ જીતી છે, 2 મેચ ડ્રો રહી છે. ધર્મશાલામાં ઝાકળ પડવાની શક્યતા છે, તેથી ટોસ જીતવો સૌથી મહત્ત્વપૂર્ણ છે.

રવિવારે ધર્મશાલામાં વરસાદ થવાની સંભાવના છે. હવામાનની આગાહી પ્રમાણે વરસાદ થવાની સંભાવના 10 ટકા છે, પરંતુ વાદળ સવારથી જ છવાયેલા રહેશે. હવામાન ઘણું ઠંડુ રહેશે. મહત્તમ તાપમાન 12 ડિગ્રી અને લઘુતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેશે.ભારત અને સાઉથ આફ્રિકા ત્રીજી ટી20 મેચ રવિવારે 14 ડિસેમ્બરના રોજ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક વહેલો સાંજે 6:30 વાગ્યે થશે.

ભારત vs સાઉથ આફ્રિકાની ત્રીજી ટી20 મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સિવાય લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર કરવામાં આવશે.

અભિષેક શર્મા, શુભમન ગિલ, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, જીતેશ શર્મા, શિવમ દુબે, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

Latest Stories