Connect Gujarat
સ્પોર્ટ્સ

આજે રાજકોટમાં રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડે, બપોરના 1:30 વાગ્યે થશે મેચનો પ્રારંભ

આજે રાજકોટમાં રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડે, બપોરના 1:30 વાગ્યે થશે મેચનો પ્રારંભ
X

રાજકોટ શહેરનું વાતાવરણ ક્રિકેટમગ્ન બની ગયું છે. આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે મેચ રમાવા જઈ રહી છે. ત્યારે ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ક્રિકેટરસિકો આ મેચ જોવા રાજકોટ પધારશે.25 સપ્ટેમ્બરે જ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ પહોંચી ચૂકી છે. ભારતની ટીમ સૈયાજી હોટલમાં રોકાઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફોરચ્યુન હોટલ રોકાઈ છે.

આજે રમાનારી ખૂબ જ મહત્વની છે, કારણ કે વર્લ્ડ કપ પહેલાની આ ફાઈનલ અંતિમ વન-ડે મેચ છે. જેથી દરેકની નજર આ મેચ પર છે. આજે બપોરે 1.30 વાગ્યે ત્રીજી વન-ડે મેચનો પ્રારંભ થશે, ખંઢેરી સ્ટેડિમમાં ચાર મોટી એલઈડી સ્ક્રીન મુકાવામાં આવી છે. જેમાં લોકો ક્રિકેટ મેચરને લાઈવ નિહાળી શકશે. સ્ટેડિમ વિશે વાત કરીએ તો અંદાજિત 72 કરોડના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 28 હજાર સીટિંગ કેપેસિટી છે. તો સ્ટેડિયમમાં કોર્પોરેટ હોસ્પિટાલિટી, પ્રેસિડન્ટ બોક્સ અને સેક્રેટરી બોક્સ પણ છે.

Next Story