ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. શમીએ ગયા વર્ષે યોજાયેલા 2023 ODI ક્રિકેટ વર્લ્ડ કપ પછી એકપણ મેચ રમી નથી. પરંતુ હવે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શમી વર્તમાન રણજી ટ્રોફી સિઝનમાં બંગાળની ટીમ માટે ઓછામાં ઓછી બે મેચ રમી શકે છે. શમી આ બે મેચ દ્વારા આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પોતાની તૈયારીઓમાં સુધારો કરી શકે છે.
બંગાળ ટીમના કોચ લક્ષ્મી રતન શુક્લાને ધ ઈન્ડિયન એક્સપ્રેસે ટાંકીને જણાવ્યું હતું કે, "શમી કેરળ સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. અમને આશા છે કે તે કર્ણાટક અને મધ્યપ્રદેશ સામેની મેચમાં રમશે."તમને જણાવી દઈએ કે બંગાળ અને કર્ણાટક વચ્ચે 6 નવેમ્બરથી બેંગલુરુમાં મેચ રમાવાની છે. બંગાળ અને મધ્યપ્રદેશની મેચ 13 નવેમ્બરથી શરૂ થશે.