New Update
વિરાટ કોહલીની ખાસ ફેન ફોલોઈંગ છે. વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતો ક્રિકેટર છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની T20માં 14 મહિના બાદ પરત ફર્યો છે.
આ દરમિયાન કોહલીને જોવા માટે મેદાનમાં મોટી ભીડ ઉમટી પડી હતી. પિચ પર એક પ્રશંસકે કોહલીને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો. કોહલીના ફેન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, રોહિત શર્મા અને વિરાટ કોહલી આ વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માંગે છે.