સાઉથ આફ્રિકાના મહાન બેટસમેન એબી ડિવિલિયર્સે લાંબા સમય સુધી આઈપીએલ રમી છે. તે ભારતની આ લીગમાં સૌથી વધારે કોઈ ટીમ માટે રમ્યા હોય તો તે છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. આ ટીમમાં વિરાટ કોહલીની સાથે તેની મિત્રતા પણ ખુબ ચર્ચામાં રહે છે. ડિવિલિયર્સે વર્ષ 2021થી આઈપીએલ રમી નથી. તેને 2022માં આઈપીએલથી નિવૃતિ લીધી હતી. ત્યારબાદ તે પરત ફર્યા નથી પણ બધા જ લોકો જાણે છે કે ડી વિલિયર્સનું આરસીબી સાથેનું જોડાણ ઘણું મજબૂત છે અને તેણે આ વાત ઘણી વખત વ્યક્ત કરી છે. એ જ કારણથી ડિવિલિયર્સ આરસીબીમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે.
આરસીબીએ ગયા વર્ષે ડિવિલિયર્સને પોતાના હોલ ઓફ ફેમમાં સામેલ કર્યો હતો. ગયા વર્ષે ડિવિલિયર્સે આઈપીએલમાં કોમેન્ટ્રી પણ કરી હતી. આ વખતે પણ તે આઈપીએલમાં એક બ્રોડકાસ્ટર તરીકે નજર આવશે. તે ઝડપી મુંબઈ માટે રવાના થશે. તેમને કહ્યું કે જો આરસીબી તરફથી પ્રસ્તાવ આવશે તો તે કોચિંગ માટે ના નહીં પાડે.સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ડિવિલિયર્સે સંકેત આપ્યા છે કે તે આગામી દિવસોમાં આરસીબીને કોચિંગ આપી શકે છે. તેમને કહ્યું કે વિરાટ કોહલીએ તેને પરત આરસીબીમાં લાવવાની ઈચ્છા જાહેર કરી હતી પણ અત્યાર સુધી ફ્રેન્ચાઈઝી તરફથી કોઈ પ્રકારનો પ્રસ્તાવ મળ્યો નથી. ડિવિલિયર્સે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે અત્યાર સુધી કંઈ પણ કર્ન્ફમ નથી. ડિવિલિયર્સે જણાવ્યું કે વિરાટે એવા સંકેત આપ્યા હતા કે તે ઈચ્છે છે કે ડિવિલિયર્સે અને અન્ય કેટલાક બેટસમેનોએ સાથે સમય પસાર કર્યો છે. તેમને કહ્યું કે તેના માટે કેપ્ટન ફાફ ડૂ પ્લેસી અથવા કોચ એન્ડી ફ્લાવર તરફથી પ્રસ્તાવ આવવો જોઈએ. તેમને કહ્યું કે તે હાલમાં માત્ર આઈપીએલમાં કોમેન્ટ્રી કરવા જઈ રહ્યો છે.