New Update
ભારતીય બેટર તિલક વર્મા T-20 ક્રિકેટમાં સતત ત્રણ ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25ની પ્રથમ મેચમાં મેઘાલય સામે હૈદરાબાદ માટે 67 બોલમાં 151 રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી. આ મેચ રાજકોટમાં રમાઈ રહી છે.
આ પહેલા તેણે સાઉથ આફ્રિકા સામે ત્રીજી અને ચોથી T20માં સતત બે સદી ફટકારી હતી. તેણે સેન્ચુરિયનમાં અણનમ 107 અને જોહાનિસબર્ગમાં અણનમ 120 રન બનાવ્યા હતા.તિલક T20માં 150થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર પણ બની ગયો છે. તેના પહેલા, કિરણ નવગીરે 2022માં સિનિયર વુમન્સ T20 ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે નાગાલેન્ડ માટે 162 રન બનાવ્યા હતા. નવગીર હવે મહારાષ્ટ્ર તરફથી રમે છે.
Latest Stories