/connect-gujarat/media/media_files/2025/11/02/g4qbogrxaaequ7g-2025-11-02-09-13-07.jpeg)
આજે મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ રમાવાની છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે આજે 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં એકબીજાની સામસામે ટકરાશે. ચાલો જાણીએ મેચ કેટલા વાગે શરૂ થશે અને તેનું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોવા મળશે.
ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને શાનદાર રીતે ફાઇનલમાં એન્ટ્રી કરી છે. જેમિમા રોડ્રિગ્સે 127 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 89 રન બનાવ્યા. ભારતે 339 રનના ટાર્ગેટને ચેઝ કરીને ઇતિહાસ રચી દીધો.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રવિવાર, 2 નવેમ્બર, 2025ના રોજ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. ટોસ બપોરે 2:30 વાગ્યે થશે. મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. પ્રિ-મેચ શો અને ટોસ જોવા માટે બપોરે 2:30 વાગ્યાથી ટીવી અથવા એપ પર ટ્યુન ઇન કરી શકો છો.