/connect-gujarat/media/media_files/2025/03/26/Wjd8arEf42p51QZKy0MD.jpg)
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની છઠ્ઠી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે ટકરાશે. આ મેચ રાજસ્થાનના બીજા હોમગ્રાઉન્ડ ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે.બંને ટીમ માટે આ સીઝનની બીજી મેચ હશે.
કોલકાતાને પોતાની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે અને રાજસ્થાનને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IPLમાં અત્યાર સુધીમાં 30 મેચ રમાઈ છે. રાજસ્થાને 14 મેચ જીતી અને કોલકાતાએ 14 મેચ જીતી. જ્યારે એક મેચ અનિર્ણિત રહી અને એક વરસાદને કારણે રદ કરવામાં આવી. બંને ટીમ ગુવાહાટીમાં બીજી વખત એકબીજાનો સામનો કરશે.