/connect-gujarat/media/post_banners/12aa324600df0326af1f88a7b5c2a8cbce661dfae7db6d107bb8bf5fb0dd840b.webp)
ભારત અને આસ્ટ્રેલિયાની મેચ અમદાવાદના દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે તેને નિહાળવા માટે બંને દેશના વડા સ્ટેડિમનમાં ઉપસ્થિત રહેશે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાવાની છે. જે અમદાવાદના વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાશે. આ અવસરે સ્ટેડિમમાં પીએમ નરેન્દ્ર મોદી, બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ,રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે મેચ નિહાળશે. બંને દેશાના પીએમ ટોસ સમયે સ્ટેડિમયમાં મોજૂદ રહેશે.
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાવાની છે આ મેચના અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ ગુજરાતના મહેમાન બન્યા છે.
પીએમ મોદી હાલ સ્ટેડિમય પહોંચી ગયા છે. બંને દેશના વડા આ મેચ 10.20 સુધી જોશે. અહીંથી વડાપ્રધાન મોદી ફરી ગાંધીનગર રવાના થશે અને 11થી બપોરના 4 સુધી રાજભવનમાં રોકાણ કરશે.ઉલ્લેખનિય છે કે મેચને લઇને અમદાવાદીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આશરે 1 લાખથી વધુ ક્રિકેટ રસિયા બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ નિહાળશે,