/connect-gujarat/media/post_banners/3373c47b0a3600f29569743c7e30b509e4aec0a5f1fa5f7ff58b51d1d3ed7b8b.webp)
આઈપીએલ 2024માં આજે 30મો મુકાબલો સનરાઈઝર્સ હૈજરાબાદ અને રોયલ ચેલેન્જ્રસ બેંગલુરુ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચમાં આરસીબીના કેપ્ટન ડુપ્લેસિસે ટોસ જીતીને બોલિંગ કરવાનો ફેંસલો લીધો હતો. તેમનો આ ફેંસલો સનરાઇઝર્સના બોલરોએ ખોટો પાડ્યો હતો અને શરૂઆતથી જ તાબડતોડ બેટિંગ કરી હતી.
સનરાઈઝર્સના ઓપનર્સ અભિષેક શર્મા અને ટ્રેવિડ હેડે 8.1 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 108 રનની પાર્ટનરશિપ કરી હતી. ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી હતી. જે આઈપીએલના ઈતિહાસની ચોથી સૌથી ઝડપી સદી છે. તેણે 41 બોલમાં 102 રનની ઈનિંગ રમી હતી. જેમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.
IPLમાં બોલનો સામનો કરીને સૌથી ઝડપી 100
• 30 ક્રિસ ગેઇલ ગેલ વિ પુણે વોરિયર્સ, બેંગલુરુ 2013
• 37 યુસુફ પઠાણ વિ મુંબઈ ઈન્ડિયન્સ, મુંબઈ BS 2010
• 38 ડેવિડ મિલર વિ આરસીબી, મોહાલી 2013
• 39 ટ્રેવિસ હેડ વિ આરસીબી, બેંગલુરુ 2024
• 42 એડમ ગિલક્રિસ્ટ વિ મુંબઈ ઈન્ડિયન્સ, મુંબઈ 2008