/connect-gujarat/media/media_files/2025/01/20/YxPP0Jdyz9Ex84XkvXpn.jpg)
અંડર-19 મહિલા T-20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે વિજયી શરૂઆત કરી છે. રવિવારે ટીમે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું હતું. કુઆલાલંપુરમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ ટીમ 44 રન જ બનાવી શકી હતી. ભારતે માત્ર 4.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.ભારતીય કેપ્ટન નિક્કી પ્રસાદે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ 3 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી. કેપ્ટન સમારા રામનાથ ચોથી ઓવરમાં 3 રન બનાવીને આઉટ થઈ હતી. આ સમયે ટીમનો સ્કોર 10 રન હતો. અહીંથી વેસ્ટ ઈન્ડિઝની વિકેટ પડવાની શરૂ થઈ. ટીમની ઓપનર અસાબી કેલેન્ડરે 12 રન અને કેનિકા કાસરે 15 રન બનાવ્યા હતા.45 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ભારતની વુમન્સ ટીમે તરફથી ગોંગડી ત્રિશાએ પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જો કે, તેણે બીજા જ બોલ પર જહઝારા ક્લેક્સટનની વિકેટ આપી દીધી હતી. તેના પછી વિકેટકીપર જી કમલિનીએ 13 બોલમાં 16 રન અને સાનિકા ચાલકે 11 બોલમાં 18 રન બનાવ્યા હતા. ટીમે માત્ર 4.2 ઓવરમાં 47 રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.