અંડર-19 મહિલા T-20 વર્લ્ડ: ભારતે શ્રીલંકાને હરાવી સુપર-6 રાઉન્ડમાં કરી એન્ટ્રી

ભારતીય મહિલા ટીમે મલેશિયામાં ચાલી રહેલા અંડર-19 મહિલા T-20 વર્લ્ડ કપના સુપર-6 રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમે ગ્રૂપ-Aની મેચમાં

New Update
અંડર 19

ભારતીય મહિલા ટીમે મલેશિયામાં ચાલી રહેલા અંડર-19 મહિલા T-20 વર્લ્ડ કપના સુપર-6 રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમે ગ્રૂપ-Aની મેચમાં શ્રીલંકાને 60 રનથી હરાવ્યું હતું.કુઆલાલંપુરમાં શ્રીલંકાની ટીમે ટૉસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી.

Advertisment

અહીં ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 118 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 9 વિકેટે 58 રન જ બનાવી શકી હતી. ભારતીય બેટર ગોંગડી ત્રિશા (49 રન) પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. દિવસની અન્ય મેચમાં વેસ્ટ ઈન્ડિઝે યજમાન મલેશિયાને 53 રનથી હરાવ્યું હતું. ભારત ગ્રૂપ-Aમાં 6 પોઈન્ટ સાથે ટોપ પર છે.

Latest Stories