ઇટાલીમાં વડોદરાના ખેલાડી પ્રબીર શાહાનીએ જુનિયર કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો...

New Update
ઇટાલીમાં વડોદરાના ખેલાડી પ્રબીર શાહાનીએ જુનિયર કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો...

વડોદરા શહેરના સૌથી નાની વયના બાળ ખેલાડી પ્રબીર શાહાનીએ ઇટાલીમાં WAKO વર્લ્ડ ચિલ્ડ્રન, કેડેટ્સ અને જુનિયર કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ-2022માં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

કિક બોક્સિંગના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે, ગુજરાતના ખેલાડીએ દેશને ગૌરવ અપાવ્યું છે, ત્યારે વડોદરાના ખેલાડી માસ્ટર પ્રબીર શહાની, 'ગુજરાતના સૌથી નાની વયના ખેલાડી' બન્યા છે. તેઓએ ઇટાલીના વેનિસ ખાતે યોજાયેલી વાકો વર્લ્ડ ચિલ્ડ્રન, કેડેટ્સ અને જુનિયર્સ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ-2022માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વડોદરાના 5 સહિત ગુજરાતના ખેલાડીઓ ઇતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. પ્રબીરે પોઈન્ટ ફાઈટ માઈનસ 24 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

જોકે, બેલ્જિયમના સ્પર્ધકને હરાવી પ્રબીર શાહાનીએ મેડલ જીત્યો અને દેશનું નામ રોશન કર્યું છે. સાથે જ કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાતના પ્રમુખ અને ભારતીય ટીમના કોચ સિદ્ધાર્થ ભાલેઘરે જણાવ્યું હતું કે, ગુજરાત માટે આ ગર્વની ક્ષણ છે. કારણ કે, રાજ્યના ખેલાડીઓ પ્રથમ વખત ઇટાલીમાં વાકો વર્લ્ડ ચિલ્ડ્રન, કેડેટ્સ અને જુનિયર કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ-2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને મેડલ જીતે છે. 63 દેશોમાંથી 2700 સ્પર્ધકોની સાક્ષીવાળી ચેમ્પિયનશિપમાં ભારતે 9 બ્રોન્ઝ અને એક સિલ્વર મેળવ્યો છે.