/connect-gujarat/media/media_files/QRT2KLrVTm4SOqJdXqEq.jpg)
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તે કપલ્સમાંથી એક છે, જેઓ પોતાના પરિવાર અને પર્સનલ લાઇફને હંમેશાં લાઇમલાઇટથી દૂર રાખતા જોવા મળે છે. આ દરમિયાન કપલનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જે લંડનમાં આયોજિત એક કીર્તનનો છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડનમાં યુનિયન ચેપલમાં આયોજિત કૃષ્ણદાસના કીર્તનમાં સામેલ થયાં હતાં, જેની થોડી તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસે શેર કરી હતી. આ ઇવેન્ટમાંથી એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં કપલ ભક્તિમાં લીન થયેલું જોવા મળી રહ્યું છે.ક્લિપમાં અનુષ્કા શર્માને જય રામ શ્રીરામનો જાપ કરતી જોઇ શકાય છે, જ્યારે વિરાટ પોતાની આંખ બંધ કરીને બેઠેલા જોવા મળી રહ્યો છે.