/connect-gujarat/media/post_banners/699c65948389dfcb9e1b8711c1b175b5a3bd3d907d30f7913333e301fb4a2c60.webp)
ઈન્સ્ટાગ્રામ પર વર્ષ 2024ના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વિશ્વના ટોપ -20 સેલેબ્સની એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સેલેબ્રિટીનો સમાવેશ કરાયો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ સેલેબ્સની યાદીમાં પીએમ મોદી અને બીગ બીને પણ પાછળ છોડી દઈ આ ભારતીય ક્રિકેટર 16મા સ્થાને આવ્યો છે.તાજેતરમાં વર્ષ 2024માં ઈન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા સેલેબ્સની એક યાદી જાહેર કરવામાં આવી છે.
જેમા ટોપ 20 સેલેબ્સની યાદીમાં 14 સેલેબ્સ તો એકલા અમેરિકાના છે. જેમના કરોડો ફોલોઅર્સ છે. આ યાદીમાં ઈન્ડિયન સેલેબ્રિટીમાં એકમાત્ર વિરાટ કોહલીનો જ સમાવેશ થયો છે. સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વિશ્વની સેલેબ્રિટીમાં વિરાટ કોહલી 16મા સ્થાને છે.