વિરાટ કોહલીને ફરી એકવાર મળી શકે છે RCBની કમાન, 9 સિઝન સુધી કરી છે કેપટનશીપ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની કેપ્ટનશિપ કરી ચૂકેલા વિરાટ કોહલી ફરી એકવાર ટીમની કમાન સંભાળી શકે છે. કોહલી પહેલાથી જ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ચૂક્યો છે

New Update
virat kholi
Advertisment

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની કેપ્ટનશિપ કરી ચૂકેલા વિરાટ કોહલી ફરી એકવાર ટીમની કમાન સંભાળી શકે છે.

Advertisment

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલી પહેલાથી જ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ચૂક્યો છે અને કેપ્ટનશિપમાં પરત ફરવા માટે તૈયાર છે. જો કે તેનો અંતિમ નિર્ણય નવેમ્બરમાં યોજાનારી મેગા ઓક્શન બાદ જ લેવામાં આવશે.કોહલીએ 9 સિઝન સુધી RCBની કેપ્ટનશિપ કરી હતી, પરંતુ તેણે 2021માં કેપ્ટનશિપ છોડી દીધી હતી. 

આ પછી, 2022માં, ફાફ ડુ પ્લેસિસે છેલ્લી ત્રણ સિઝન માટે ટીમની કમાન સંભાળી. 40 વર્ષીય ડુ પ્લેસિસની આગામી સિઝન માટે રિટેન કરવાની શક્યતા ઓછી હોવાનું કહેવાય છે.IPL મેગા ઓક્શન-2024 માટે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ ગુરુવાર, ઓક્ટોબર 31 છે.

આવતીકાલે સાંજે 5 વાગ્યા પહેલા તમામ ફ્રેન્ચાઈઝી પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ IPL ઓર્ગેનાઈઝિંગ કમિટીને મોકલી આપશે. આ લિસ્ટ સાથે નક્કી થશે કે કયો ખેલાડી કઈ ફ્રેન્ચાઈઝી સાથે રમશે.

Latest Stories