/connect-gujarat/media/media_files/2025/12/07/css-2025-12-07-09-45-16.jpg)
સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝમાં વિરાટ કોહલીએ 302 રન બનાવ્યા હતા. જે તેનો અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર છે. તેણે સતત બે મેચમાં સદી અને અંતિમ ODIમાં એક ફિફ્ટી ફટકારી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો (Player of the series)એવોર્ડ મળ્યો. આ સાથે વિરાટે વધુ એક વિશ્વ રેકોર્ડ (World Record)બનાવ્યો છે. તે હવે પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવનાર ક્રિકેટર બની ગયો છે.
વિરાટ કોહલી હવે પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ મેળવનાર ક્રિકેટર બની ગયો છે. આ તેની કારકિર્દીમાં 20મી વખત પ્લેયર ઓફ ધ સિરીઝ જીત્યો છે. તેણે સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાખ્યો છે. તેણે તેની કારકિર્દીમાં 19 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યા છે. તે આ યાદીમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસન અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની સાથે પણ જોડાય છે.
વિશ્વમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનારા ક્રિકેટરોનું લિસ્ટ:
- 20 વખત - વિરાટ કોહલી
- 19 વખત - સચિન તેંડુલકર
- 17 વખત - શાકિબ અલ હસન
- 14 વખત - જેક્સ કાલિસ
- 13 વખત - સનથ જયસૂર્યા
- 13 વખત - ડેવિડ વોર્નર