આ વર્ષે વિરાટ કોહલી, શુભમન ગિલ અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા શાનદાર બેટિંગમાં સૌથી આગળ હતા. વર્તમાન વર્ષ એટલે કે 2023 અંત તરફ આગળ વધી રહ્યું છે. વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા ક્રિકેટરોએ બોલ અને બેટથી અજાયબીઓ કરી, જેમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા સૌથી વધુ 50 પ્લસ સ્કોર ધરાવતા ખેલાડીઓ હતા.
આ વર્ષે ત્રણેય ભારતીય બેટ્સમેનોએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, જેની પુષ્ટિ ખુદ આંકડાઓ દ્વારા થાય છે. તાજેતરમાં રમાયેલા ODI વર્લ્ડ કપ 2023માં રોહિત અને વિરાટે શાનદાર બેટિંગ કરી હતી. જ્યારે ગિલનું બેટ આખું વર્ષ ચાલ્યું.
ત્રણેય ભારતીય બેટ્સમેનો આ વર્ષે સૌથી વધુ 50 પ્લસ સ્કોર કરનાર હતા. આ યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે. ત્યારબાદ શુભમન ગિલ બીજા અને કેપ્ટન રોહિત શર્મા ત્રીજા ક્રમે રહ્યા હતા
વિરાટ કોહલીએ 2023માં 36 ઇનિંગ્સમાં 18 વખત 50 પ્લસનો આંકડો પાર કર્યો છે. શુભમન ગીલે આ વર્ષે 52 ઇનિંગ્સમાં 17 વખત 50 પ્લસનો આંકડો પાર કર્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 2023ની 39 ઇનિંગ્સમાં 15 વખત 50થી વધુ રન બનાવ્યા છે.