મહિલા એશિયા કપ 2024 : ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને 8 વિકેટથી હરાવ્યું,

મહિલા એશિયા કપ 2024ની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને 8 વિકેટથી હરાવ્યું છે. ભારત આઠમી વખત એશિયા કપ જીતવાનું ચૂકી ગયું છે અને ઈતિહાસમાં

New Update
શ્રીલંકા
Advertisment

મહિલા એશિયા કપ 2024ની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને 8 વિકેટથી હરાવ્યું છે. ભારત આઠમી વખત એશિયા કપ જીતવાનું ચૂકી ગયું છે અને ઈતિહાસમાં આ માત્ર બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા મહિલા એશિયા કપની ફાઇનલમાં હારી ગઈ હોય. ભારતે આ મેચમાં પ્રથમ રમતા 165 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં શ્રીલંકાની ટીમે 8 બોલ બાકી રહેતા 8 વિકેટે જીત મેળવી હતી અને પ્રથમ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. શ્રીલંકા માટે કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને હર્ષિતા સમરવિક્રમાએ અડધી સદીની ઇનિંગ્સ રમી અને શ્રીલંકાની ઐતિહાસિક જીતમાં મોટો ફાળો આપ્યો. ભારત તરફથી એકમાત્ર બોલર દીપ્તિ શર્માએ વિકેટ લીધી હતી.

Advertisment

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી સૌથી વધુ રન ઓપનર સ્મૃતિ મંધાનાએ બનાવ્યા, જેણે 47 બોલમાં 60 રનનું યોગદાન આપ્યું. જોકે, કેપ્ટન હરમનપ્રીત કૌર કંઈ ખાસ કરી શકી ન હતી, તેણે પોતાના બેટથી માત્ર 11 રન બનાવ્યા હતા. પરંતુ છેલ્લી 6 ઓવરમાં જેમિમાહ રોડ્રિગ્ઝ અને રિચા ઘોષે શાનદાર બેટિંગ કરી અને ટીમનો સ્કોર 160 રનથી આગળ લઈ ગયો. રોડ્રિગ્ઝે 16 બોલમાં 29 રન બનાવ્યા અને રિચા ઘોષે 14 બોલમાં 40 રનની કેમિયો ઈનિંગ રમીને ભારતનો સ્કોર 165 સુધી પહોંચાડ્યો.

 

Latest Stories