મહિલા T-20 વર્લ્ડ કપ: ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ફાઈનલ મુકાબલો

મહિલા T-20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ સાથે જ વુમન્સ T20 વર્લ્ડ કપમાં નવી ચેમ્પિયન મળશે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ

criket1
New Update

મહિલા T-20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ સાથે જ વુમન્સ T20 વર્લ્ડ કપમાં નવી ચેમ્પિયન મળશે. ન્યૂઝીલેન્ડે શુક્રવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમિફાઈનલમાં 2016ની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 8 રનથી હરાવ્યું હતું.ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 128 રન બનાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝને 129 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 120 રન જ બનાવી શકી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી એડન કાર્સને 3 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરી હતો.ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે રમાશે. ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલીવાર ફાઈનલ રમાશે. આ રીતે, આ વખતે મહિલા T20 વર્લ્ડ કપની નવી ચેમ્પિયન મળી જશે. કિવી ટીમ 14 વર્ષ બાદ ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં ટીમ 2009 અને 2010 બંને વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી પરંતુ બંને વખત હારનો સામનો કરવો પડ્યો હતો.

#T-20 World Cup #New Zealand #South Africa
Here are a few more articles:
Read the Next Article