મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ : નિખત જરીને વિયતનામની બોક્સરને હરાવી જીત્યો ગોલ્ડ

New Update
મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ : નિખત જરીને વિયતનામની બોક્સરને હરાવી જીત્યો ગોલ્ડ

ભારતીય બોક્સરોએ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય બોક્સર નિખત ઝરીને તેની અંતિમ મેચ જીતી લીધી છે. આ રીતે અત્યાર સુધીમાં 3 ભારતીય બોક્સરોએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. નિખત ઝરીન પહેલા નીતુ ઘંઘાસ અને સ્વિટી બૂરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ રીતે મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે.

ભારતીય સ્ટાર નિખત ઝરીને 48-50 કિગ્રા વજન વર્ગમાં આ ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય બોક્સર સામે વિયેતનામની ન્યૂગેનથી તામ હતી, પરંતુ તે ભારતીય દિગ્ગજ ખેલાડી સામે ટકી શકી નહી. પ્રથમ રાઉન્ડમાં નિખત વિરોધી બોક્સરને કોઈ તક આપી ન હતી. તેણે પહેલા રાઉન્ડમાં જ 5-0થી લીડ મેળવી હતી. બીજા રાઉન્ડમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચેલા વિયેતનામના બોક્સરે શાનદાર વાપસી કરી હતી. પરંતુ, નિખતે તક મળતાં જ ફરી શાનદાર રમત રમી, જોકે, બીજા રાઉન્ડમાં વિયેતનામના બોક્સરે 3-2થી જીત મેળવી હતી.

Latest Stories