વિશ્વ વિજેતા બનતા કિંગ કોહલીએ નિવૃતિની કરી જાહેરાત

ભારતે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ 76 રનની મહત્વની ઈનિંગ રમી

New Update
કિંગ કોહલી

ભારતે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ 76 રનની મહત્વની ઈનિંગ રમી હતી, પરંતુ મેચ બાદ યોજાયેલા પ્રેઝન્ટેશનમાં કોહલીએ જાહેરાત કરી હતી કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ છે. 

વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું હતું કે આ તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ છે. તેણે કહ્યું- આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો, અમે આ જ હાંસલ કરવા માગતા હતા. એક દિવસ તમને લાગે છે કે તમે દોડી નથી શકતા અને તે થાય છે, ભગવાન મહાન છે. અત્યારે નહી તો ક્યારેય નહીં જેવી સ્થિતિ હતી. ભારત માટે આ મારી છેલ્લી T20 મેચ હતી. અમે તે કપ ઉપાડવા માગતા હતા. આગામી પેઢી માટે T20 રમતને આગળ લઈ જવાનો સમય છે. ICC ટૂર્નામેન્ટ જીતવાની રાહ જોતા અમારા માટે લાંબી રાહ જોવાઈ રહી છે. તમે રોહિત જેવા ખેલાડીને જુઓ તે 9 T20 વર્લ્ડ કપ રમ્યો છે અને આ મારો છઠ્ઠો વર્લ્ડ કપ છે. તે તેને લાયક છે.

Latest Stories