Connect Gujarat
સ્પોર્ટ્સ

વર્લ્ડ કપ 2023 : ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું, વર્લ્ડકપ ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી

વર્લ્ડ કપ 2023 : ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું, વર્લ્ડકપ ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી
X

વર્લ્ડ કપ 2023ની 24મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બુધવારે શાનદાર પ્રદર્શન કર્યું અને એકતરફી જીત નોંધાવી. નેધરલેન્ડની ટીમે પ્રથમ કેટલીક ઓવરો બાદ સ્પર્ધામાંથી બહાર દેખાવાનું શરૂ કર્યું. નેધરલેન્ડની ટીમ 21 ઓવરમાં 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિક્રમજીત સિંહે સર્વાધિક 25 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 8 રનમાં 4 વિકેટ લીધી હતી. મિચેલ માર્શને 2 તથા સ્ટાર્ક, હેઝલવુડ અને પેટ કમિંસને 1-1 સફળતા મળી હતી.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 399 રન બનાવ્યા હતા. વોર્નરે 104 રન, મેક્સવેલે 106 રન, સ્ટીવ સ્મિથે 71 રન, લાબુશેને 62 રન બનાવ્યા હતા. વાન બિકે 74 રનમાં 4 તથા બેસ લીડે 115 રનમાં 2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડી મેક્સવેલની ઈનિંગ નેધરલેન્ડના બોલરો માટે દુઃસ્વપ્નથી ઓછી ન હતી. મેક્સવેલે 44 બોલનો સામનો કરીને 106 રન બનાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. મેક્સવેલે દિલ્હીમાં તોફાની બેટિંગ કરી અને વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી. તેણે 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નરે પણ સદી ફટકારી હતી. ઓપનર તરીકે તેણે 93 બોલનો સામનો કર્યો અને 104 રન બનાવ્યા. વોર્નરની આ ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સ સામેલ હતી. સ્ટીવ સ્મિથે 71 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 68 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. લાબુશેને 47 બોલમાં 62 રન બનાવ્યા હતા. પેટ કમિન્સ 12 રન બનાવીને અણનમ રહ્યો હતો. મિચેલ માર્શ 9 રન બનાવીને આઉટ થયો હતો.

Next Story