Connect Gujarat
સ્પોર્ટ્સ

વર્લ્ડ કપ 2023 : બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવ્યું

વર્લ્ડ કપ 2023 : બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવ્યું
X

ઓસ્ટ્રેલિયાએ 2023 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ડેવિડ મિલરની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે કાંગારુઓએ સાત વિકેટ ગુમાવીને માત્ર 47.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

બોલરોના જોરદાર પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે માત્ર 48 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હેડે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વોર્નરે પણ 18 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 29 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ બંનેએ માત્ર 37 બોલમાં 60 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ઓસ્ટ્રેલિયા માટે રન ચેઝને સરળ બનાવી દીધો હતો. જોકે, અંતે પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે ટીમને જીત તરફ દોરી હતી. સ્ટાર્ક 38 બોલમાં 16 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને કમિન્સ 29 બોલમાં 14 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. હવે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાંગારૂ ટીમ ઈન્ડિયા સામે ફાઈનલ મેચ રમશે.

Next Story