વર્લ્ડ કપ 2023 : શ્રીલંકા સામે બાંગ્લાદેશની પ્રથમ જીત,શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું

New Update
વર્લ્ડ કપ 2023 : શ્રીલંકા સામે બાંગ્લાદેશની પ્રથમ જીત,શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું

બાંગ્લાદેશે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે પ્રથમ વિજય હાંસલ કર્યો છે. ટીમે સોમવારે શ્રીલંકાની ટીમને 3 વિકેટથી હરાવ્યું હતું.

દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 49.3 ઓવરમાં 279 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશે 280 રનનો ટાર્ગેટ 41.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

કેપ્ટન શાકિબ અલ હસને 82 રન અને નઝમુલ હસન શાંતોએ 90 રનની અડધી સદી ફટકારી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 149 બોલમાં 169 રનની ભાગીદારી કરી હતી.

Latest Stories