Connect Gujarat
સ્પોર્ટ્સ

World Cup 2023: પાકિસ્તાને નેધરલેન્ડ્સને 81 રનથી હરાવ્યું

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. પાકિસ્તાનની ટીમ 49 ઓવરમાં 286 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

World Cup 2023: પાકિસ્તાને નેધરલેન્ડ્સને 81 રનથી હરાવ્યું
X

પાકિસ્તાને વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સને 81 રને હરાવ્યું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. પાકિસ્તાનની ટીમ 49 ઓવરમાં 286 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ડચ ટીમ 41 ઓવરમાં 205 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાનની ટીમે પહેલીવાર ભારતમાં વર્લ્ડ કપ મેચ જીતી છે.

આ પહેલા 1996 અને 2011માં ટીમે ભારતમાં 2 વર્લ્ડ કપ મેચ રમી હતી, જે બંનેમાં તેનો પરાજય થયો હતો.બાસ ડી લીડેની ત્રીજી ફિફ્ટી ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા બાસ ડી લીડેએ પોતાની ODI કારકિર્દીની ત્રીજી ફિફ્ટી પૂરી કરી. તેણે 68 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. તે મોહમ્મદ નવાઝ દ્વારા એલબીડબ્લ્યુ થયો હતો. ડી લીડે પણ પ્રથમ દાવમાં 4 વિકેટ ઝડપી હતી પાકિસ્તાન માટે પ્રથમ દાવમાં સઈદ શકીલ અને મોહમ્મદ રિઝવાને 68-68 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે બીજી ઇનિંગમાં હારિસ રઉફે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. હસન અલીને 2 વિકેટ મળી હતી.

Next Story