વિરાટ કોહલીની મેરેથોન ઇનિંગ્સના આધારે ટીમ ઇન્ડિયાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની તેની 5મી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે યાદગાર જીત નોંધાવી હતી. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું અને વર્તમાન ટુર્નામેન્ટમાં તેની સતત 5મી જીત નોંધાવી. આ સાથે ભારતીય ટીમ સેમીફાઈનલની રેસમાં સૌથી આગળ થઈ ગઈ છે. ભારતના 5 મેચમાં 10 પોઈન્ટ છે અને યજમાન ટીમ ન્યુઝીલેન્ડને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. આ વર્લ્ડ કપમાં કિવી ટીમની 5 મેચમાં આ પ્રથમ હાર છે.
ICC વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમો આમને-સામને ટકરાઇ હતી. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કિવી ટીમે ભારતને 274 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચારેય મેચ જીત્યા બાદ બંને ટીમો ધરમશાલામાં આમને-સામને હતી.