WPL 2024: મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચ્યું

WPL 2024: મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચ્યું
New Update

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલામાં RCBએ MIને 7 વિકેટે હરાવ્યું હતું. મુંબઈએ બેંગ્લોરને જીતવા 114 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને બેંગ્લોરની ટીમે 15 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.આજની મેચમાં મુંબઈએ પહેલા બેટિંગ કરતા એસ સજનાના 30 અને હેલી મેથ્યુઝના 26 રનની મદદથી 113 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં મુંબઈની શબનીમ ઈસ્માઈલ, હેલી મેથ્યુઝ અને નેટ સાયવર-બ્રન્ટને એક-એક વિકેટ મળી હતી.

એલિસ પેરીના 40 અને રિચા ઘોષના 38 રનની મદદથી બેંગ્લોરની ટીમે 15 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો અને આ અતિ મહત્વપૂર્ણ મેચમાં જીત મેળવી પ્લેઓફમાં જગ્યા બનાવી હતી, સાથે જ યુપી અને ગુજરાતને બહાર કર્યું હતું.આ પહેલ બોલિંગમાં પણ બેંગ્લોરની એલિસ પેરીએ 4 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ લઈ ઈતિહાસ રચ્યો હતો. આ કોઈ પણ ખેલાડીનું WPL માં શ્રએસ્થ બોલિંગ પ્રદર્શન છે. પેરીની 6 વિકેટ ઉપરાંત સોફી મોલિનક્સ, આશા અને શ્રેયંકાને એક-એક વિકેટ મળી હતી.સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ સિઝનની આઠમી મેચમાં ચોથી જીત મેળવી હતી. આ મેચમાં જીતની હીરો એલિસ પેરી રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.

#India #ConnectGujarat #Mumbai Indians #WPL 2024 #Bangalore
Here are a few more articles:
Read the Next Article