પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ હવે રાજકીય પીચ પર પોતાની ઇનિંગની શરૂઆત કરશે. તૃણમૂલ કોંગ્રેસે રવિવારે યુસુફ પઠાણને આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. યુસુફ પઠાણને બહેરામપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જે હાલમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પાસે છે.