ઝિમ્બાબ્વેએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં 344 રન બનાવ્યા

ઝિમ્બાબ્વેએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ  રિજનલ ક્વોલિફાયર મેચમાં ગેમ્બિયા સામે ઇતિહાસ રચ્યો અને T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવનાર ટીમ

jimb
New Update

ઝિમ્બાબ્વેએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ  રિજનલ ક્વોલિફાયર મેચમાં ગેમ્બિયા સામે ઇતિહાસ રચ્યો અને T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવનાર ટીમ બની. આ મેચમાં ઝિમ્બાબ્વેએ ગેમ્બિયા સામે 20 ઓવરમાં 344 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલા ભારત બાંગ્લાદેશ સામે ટી-20માં સૌથી વધુ રન બનાવનારી બીજી ટીમ બની હતી. પરંતુ ઝિમ્બાબ્વેના નવા રેકોર્ડ બાદ ભારત હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતે તાજેતરમાં બાંગ્લાદેશ સામે 297 રન બનાવ્યા હતા.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 344 રન બનાવ્યા હતા. ઓપનર બ્રાયન બેનેટે 26 બોલમાં 50 રન બનાવ્યા હતા જ્યારે મારુમાનીએ 19 બોલમાં 326ના સ્ટ્રાઈક રેટથી 62 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેએ આ મેચમાં વિરોધી ટીમ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી અને 344 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ઝિમ્બાબ્વેએ નેપાળનો રેકોર્ડ તોડ્યો, જે અગાઉ T20I માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. નેપાળે 314 રન બનાવ્યા હતા.

#T20 World Cup #Zimbabwe
Here are a few more articles:
Read the Next Article