રાજ્ય દ્વારા પોલીસ વિભાગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે રાજ્ય પોલીસને મોટી ભેટ આપી 550 કરોડના પોલીસ ભંડોળને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સરકાર દ્વારા આ જાહેરાતથી પોલીસ પરિવારને ફાયદો થશે.

રાજ્ય સરકાર દ્વારા આ અંગે વિગતવાર જાહેરાત કરાય તે પહેલા ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે. મુખ્યમંત્રીના ટ્વીટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું કે, પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.