Connect Gujarat
ગુજરાત

સુરત બન્યું “અકસ્માત સિટી”, BRTS બસે આધેડને ટક્કર મારી નહેરમાં ઉછળ્યો

સુરત બન્યું “અકસ્માત સિટી”, BRTS બસે આધેડને ટક્કર મારી નહેરમાં ઉછળ્યો
X

સુરતમાં BRTS બસનો કહેર જારી છે, ત્યારે ભટાર વિસ્તારમાં BRTS રૂટ ક્રોસ કરી રહેલા આધેડને BRTS લાલ બસે અચાનક અડફેટે લેતા તે બાજુમાં આવેલ નહેરમાં ખાબક્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં આધેડને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સુરત શહેરના રૂપાલી નહેર નજીક BRTS બસ એટલી પૂર ઝડપે દોડતી હતી કે, આધેડને અડફેટે લઈ તેને નહેરમાં

ઉછાળ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડ નહેરમા તરફડીયા મારી રહ્યો હતો, ત્યારે તેના પુત્ર રાજને તેમને બચાવી ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતા.

શહેરમાં BRTS બસ અને

સિટી બસ દ્વારા વારંવાર અકસ્માતની ઘટનાને અંજામ આપવામાં આવે છે. જેના કારણે સતત

મોતનો આંક વધી રહ્યો છે. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે, BRTS બસના ચાલકો દારૂના નશામાં હોય છે અથવા તો મોટા ભાગે

ડ્રાઇવિંગ કરતી વખતે તેમનું ધ્યાન મોબાઇલમાં જ વ્યસ્ત રહે છે. જેના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. રૂપાલી નહેર પર જે

ઘટના બની હતી તેમાં ઇજાગ્રસ્ત આધેડના પુત્રએ આક્ષેપ

કર્યો હતો કે, ડ્રાઇવર

નશાની હાલતમાં હતો અને પૂર ઝડપે

બસ હંકારતા તેના પિતાને અડફેટે લીધો હતો.

સુરતમાં એક જ ચર્ચાએ જોર પકડ્યું છે કે, BRTS બસ સહુલિયત માટે છે કે પછી અકસ્માત માટે..? BRTS બસના કારણે હવે સુરત શહેરને અકસ્માત સિટી તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે, ત્યારે બસ ચાલકે પોતાનો બચાવ કરતા જણાયું હતું કે, હું 40થી 45ની ઝડપે બસ લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન ઝાડીમાંથી અચાનક એક વક્તિ નીકળી આવી બસ સાથે અથડાયો હતો. મેં બસને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

Next Story