Connect Gujarat
Featured

સુરત: સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા, જુઓ કોરોનાના બિહામણા દ્રશ્યો

સુરત: સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા, જુઓ કોરોનાના બિહામણા દ્રશ્યો
X

સુરતની સાયણ સુગર સંચાલિત જીવરક્ષા હોસ્પિટલમાં ચાલતા કોવિડ સેન્ટરમાં ઉભરાયા કોરાના દર્દીઓ,સંચાલકો ને કોવિડ સેન્ટર બહાર હાઉસફુલના બોર્ડ લગવાની પડી ફરજ

હાલ સુરત શહેર તેમજ ગ્રામ્યમાં રોજના 500થી વધુ કોરાના વાયરસના પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે એક તરફ વેકસીન આપવાની કામગીરી સાથે કેસના સેમ્પલ લેવા તેમજ પોઝિટિવ દર્દીને યોગ્ય સારવાર આપવાની આમ તમામ કામગીરીએ તંત્ર દોડતું થયું છે. ત્યારે હાલ વધતા કેસની સંખ્યાએ ખાનગી હોસ્પિટલોએ કાર્યરત કરેલ કોવિડ 19 સેન્ટર ઉભરાતા હોસ્પિટલના સંચાલકોએ હોસ્પિટલ બહાર હાઉસફુલ બોર્ડ લગાવાની ફરજ પડી રહી છે. તેમજ હાલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા કોરાના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલ સંચાલકો સુરત હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી રહ્યા છે.

Next Story