/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/15164422/maxresdefault-107-104.jpg)
સુરત શહેર મનપાના હદ વિસ્તારમાં નવા સમાયેલ ભાટપોર ગામના રહીશોએ મનપાની મુખ્ય કચેરીને માથે લીધી હતી. પોતાના વિસ્તારમાં ડ્રેનેજના ગંદા પાણીના ત્રાસથી ત્રસ્ત ગ્રામજનોએ મનપા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.
સુરત મનપાના નવા સીમાંકન બાદ 27 જેટલા ગામોનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ ભાઠા ગામનો પણ સમાવેશ થાય છે. આ ગામનો પાલિકામાં સમાવેશ થયો હોવા છતાં અહીંના લોકોને પાયાની સુવિધા પૂરતી મળી ન હોવાના આક્ષેપ સાથે ગામની મહિલાઓ તેમજ આગેવાનોએ મનપા કચેરીને માથે લીધી હતી. જેમાં આજુબાજુના વિસ્તારના ગટરના ગંદા પાણી વારંવાર ભરાઈ જાય છે. જોકે આજ દિન સુધી અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ભાટપોર ગામના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. ભાટપોરના ગ્રામજનોએ મોરચો લઈ ડ્રેનેજના ગંદા પાણીનો નિકાલ લાવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.