સુરત : સગા ભાઈઓ બેઠા હતા જમવા, જુઓ પછી એવું તો શું બન્યું કે નાના ભાઈએ જ કરી નાખી મોટા ભાઈની હત્યા..!

New Update
સુરત : સગા ભાઈઓ બેઠા હતા જમવા, જુઓ પછી એવું તો શું બન્યું કે નાના ભાઈએ જ કરી નાખી મોટા ભાઈની હત્યા..!

સુરત શહેરમાં ભાઈના હાથે જ ભાઈની હત્યા થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા 2 રત્ન કલાકાર ભાઈઓ વચ્ચે સર્જાયેલો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો હતો. જમવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં નાના ભાઈએ મોટા ભાઈને તિક્ષ્ણ હથિયાર ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા જગદીશ એસ્ટેટ્સ ખાતે ડાયમંડ કારખાનામાં મૂળ મહેસાણા જિલ્લાના સતલાસણા ગામના 2 ઠાકોરભાઈઓ કામ કરતા હતાં. જોકે બન્ને ભાઈઓ જ્યાં કામ કરતા હતા, ત્યાં જ સૂઈ રહેતા હતા. ગત મંગળવારના રોજ સાંજે જમવા બાબતે મોટા ભાઈ બાબુ ઠાકોર અને નાના ભાઈ જશુ ઠાકોર વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ઉશ્કેરાયેલા જશુ ઠાકોરે મોટા ભાઈ બાબુ ઠાકોર પર હીરા ઘસવાનું કટોરૂં અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, ત્યારે ઘાતકી હુમલામાં મોટા ભાઈ બાબુ ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે હાલ કતારગામ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories