સુરત : દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં બ્રાઉન સુગરનું ઉત્પાદન શરૂ, જુઓ ખાંડનું વિદેશ કનેકશન

New Update
સુરત : દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં બ્રાઉન સુગરનું  ઉત્પાદન શરૂ, જુઓ ખાંડનું વિદેશ કનેકશન

વિદેશોમાં બ્રાઉન સુગર એટલે કે ખાંડના રો- મટીરીયલની માંગમાં વધારો થતાં દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ તેના ઉત્પાદન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દક્ષિણ ગુજરાતમાં શેરડીનું સૌથી વધારે ઉત્પાદન થતું હોવાથી વિવિધ સ્થળોએ 8 જેટલી સુગરમિલો કાર્યરત છે. આ સુગર ફેકટરીઓમાં શેરડીમાંથી વિપુલ માત્રામાં ખાંડનું બનાવવામાં આવે છે. ચાલુ વર્ષે સુગર ફેકટરીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. સિંગાપોર ,મલેશિયા ,ઈરાક અને થાઈલેન્ડમાં બ્રાઉન સુગર ની ભારે માંગ છે. ત્યારે દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓએ બ્રાઉન સુગરનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.

https://fb.watch/4yDQBNw_Dc/

એક્શીમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સત્તાધીશોએ દક્ષિણ ગુજરાતની સુગર મિલો નો સંપર્ક કર્યો છે. વિદેશોમાં ખાંડના રો મટીરીયલની માંગને પહોંચી વળવા માટે રો સુગરનું ઉત્પાદન કરવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મિલના સંચાલકોએ નિષ્ણાંતોની ટીમ સાથે બ્રાઉનસુગરના ઉત્પાદન બાબતે ચર્ચા કરી છે અને તેના ઉત્પાદન માટેની તૈયારીઓ આદરી દીધી છે. હવે જાણીએ રો સુગર અને સામાન્ય સુગરમાં શું ફેરફાર હોય છે અને તેનાથી સુગર મિલો તથા સભાસદોને શું ફાયદો થવાનો છે.

બ્રાઉન સુગર એટલે કે રો સુગર અને અને સામાન્ય સુગર મિલો જે ખાંડનું ઉત્પાદન કરે છે એ બંને વચ્ચે માત્ર કલર નહી પરંતુ ગુણવત્તામાં પણ ખુબ મોટો ફરક હોઈ છે. કથ્થઇ રંગની ખાંડ સામાન્ય ખાંડ કરતા વધુ ગુણકારી છે. બ્રાઉન સુગર વિશે સાયણ સુગર ફેકટરીના ચીફ કેમિસ્ટ ચેતન મકવાણાએ માહિતી આપી હતી.

છેલ્લા ઘણા સમયથી સુગર ફેકટરીઓ વિવિધ સમસ્યાઓને લઇ અસ્તિત્વ સામે જંગ લડી રહી હતી ત્યારે બ્રાઉન સુગર ફરીથી સુગર મિલના સંચાલકો અને સભાસદોના ચહેરા પર સ્મિત લઇને આવી છે.

Latest Stories