સુરત : ક્રિકેટના સટ્ટામાં રૂપિયા હારી જતાં ટીવી-સિરિયલ એક્ટર અને બિલ્ડર ચઢ્યા ચેઇન-સ્નેચિંગના રવાડે, જુઓ પછી શું થયું..!

New Update
સુરત : ક્રિકેટના સટ્ટામાં રૂપિયા હારી જતાં ટીવી-સિરિયલ એક્ટર અને બિલ્ડર ચઢ્યા ચેઇન-સ્નેચિંગના રવાડે, જુઓ પછી શું થયું..!
Advertisment

સુરત શહેરમાં ચેઇન-સ્નેચિંગ કરતો ટીવી-સિરિયલ એક્ટર અને બિલ્ડર ઝડપાતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. રાંદેર પોલીસના હાથે ઝડપાયેલા ટીવી એક્ટર મીરાજ કાપડી અને બિલ્ડર વૈભવ જાદવ ક્રિકેટના સટ્ટામાં દેવાદાર બની જતાં ચેઈન-સ્નેચિંગના રવાડે ચઢ્યા હોવાનું સામે આવ્યું છે.

Advertisment

સુરતના રાંદેર ભેંસાણ ચાર રસ્તા રોડ પર પોકેટ-કોપ મોબાઈલની મદદથી રોડ પરથી પસાર થતાં શંકાસ્પદ વાહનોનું ચેકિંગ ચાલતું હતું તે દરમ્યાન ઈચ્છાપોર હાઈવે તરફથી 2 ઈસમો એક બાઈક પર આવતા જણાતા, તેને આડસ ઊભી કરી ચારેબાજુએથી કોર્ડન કરી તેઓની પૂછપરછ કરાતા બાઈક ચોરીની હોવાનું જણાવ્યુ હતું. ઉપરાંત બન્ને ઈસમો પાસેથી 3 નંગ તૂટેલી સોનાની ચેઈન તથા અલગ અલગ કંપનીના 2 નંગ મોબાઈલ અને એક બાઈક મળી કુલ રૂપિયા 2,54,500ની મતાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સુરત શહેર રાંદેર પોલીસ દ્વારા આ બન્ને ઈસમોની વધુ પૂછપરછમાં તેઓ ટીવી-સિરિયલ એક્ટર મીરાજ કાપડી અને બિલ્ડર વૈભવ જાદવ હોવાનું સામે આવ્યું હતું. આ બન્ને ક્રિકેટના સટ્ટા બેટિંગમાં રૂપિયા હારી જતાં ચેઇન-સ્નેચિંગના રવાડે ચઢ્યા હોવાનું જણાવ્યુ હતું. મીરાજ અને વૈભવ સાથે મળીને લોક તોડી બાઈક ચોરી કરતા હતા. બાઈક ઉપર અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને જ્યાં લોકોની અવરજવર ઓછી હોય તેવા વિસ્તારમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતા હતા. જોકે સુરત પોલીસે બન્ને આરોપીની પૂછપરછ બાદ રાજ્યભરના 12 જેટલા ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

Latest Stories