સુરત : કોરોનાના કહેર વચ્ચે છઠ્ઠ પૂજાનું આયોજન રદ્દ કરાયું, ભક્તોએ ઘરે જ પૂજા કરવા તંત્રની આપીલ

New Update
સુરત : કોરોનાના કહેર વચ્ચે છઠ્ઠ પૂજાનું આયોજન રદ્દ કરાયું, ભક્તોએ ઘરે જ પૂજા કરવા તંત્રની આપીલ

સુરતમાં કોરોના સંક્રમણને લઈ જાહેરમાં તાપી નદીના કિનારે અને તળાવ પર દર વર્ષે થતું પૂજન-અર્ચન છઠ્ઠ પૂજા આયોજન સમિતિ દ્વારા આ વર્ષે રદ્દ કરવામાં આવ્યું છે, ત્યારે મનપા દ્વારા નાવડી ઓવારા ખાતે પતરાના બેરીકેટ લગાવવામાં આવ્યા છે.

સુરતમાં રહેતા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના લગભગ 8 લાખ જેટલા લોકો દર વર્ષે તાપી નદી કિનારે અને તળાવમાં છઠ્ઠ પૂજા નિમિત્તે ઉગતા અને આથમતા સૂર્યની પૂજા કરતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોનાના કહેરને ધ્યાનમાં રાખી તાપી નદીના કિનારે અને તળાવ પર થતું પૂજન-અર્ચન છઠ્ઠ પૂજા આયોજન સમિતિ દ્વારા રદ્દ કરવામાં આવ્યું છે. જોકે તાપી કિનારે કોઈ વ્યવસ્થા ન કરાઇ હોવાથી ઓવારા પર લોકોને એકત્ર ન થવા માટે પણ તંત્રએ અપીલ કરી છે. લોકો ઓવારા પર એકત્ર ન થાય તે માટે પોસ્ટર-બેનર, પતરાના બેરીકેટ લગાડવામાં આવ્યા છે.

જોકે વધતાં જતાં કોરોનાના સંક્રમણને લઈ સુરત મનપા દ્વારા આ વર્ષે જાહેરમાં પૂજા કરવા માટેની પરવાનગી આપવામાં આવી નથી, ત્યારે મનપા દ્વારા પરવાનગી ન મળતા છઠ્ઠ પૂજા આયોજન સમિતિ દ્વારા પણ તાપી કિનારે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. દર વર્ષે સુરતના અડાજણ, જહાંગીરપુર, ઉધના, પાંડેસરા અને સિંગણપોર વિસ્તારમાં છઠ્ઠ પૂજાનું વિશેષ આયોજન કરવામાં છે. જેમાં મોટી સંખ્યામાં બિહાર અને ઝારખંડના લોકો એકત્ર થઈ સૂર્યની પૂજા કરતા હોય છે. જે આ વર્ષે શક્ય ન હોવાથી લોકોએ ઘરે જ પૂજા કરવી પડી રહી છે.

Latest Stories