સુરત : રત્નકલાકારોને દિવાળી ટાણે પગારની સાથે બોનસ ચુકવવા રજુઆત

New Update
સુરત : રત્નકલાકારોને દિવાળી ટાણે પગારની સાથે બોનસ ચુકવવા રજુઆત

સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપક્રમે સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી હીરા ઉધોગમાં કામ કરતા રત્નકલાકારોને દિવાળી ટાણે પગારની સાથે બોનસ આપવાની માંગણી કરવામાં આવી છે.

સુરતમાં હીરાના કારખાનાઓમાં કામ કરતા રત્નકલાકારો ને દિવાળી બોનસ પગાર આપવામાં તેવી માંગને લઈ આજ રોજ સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત આવેદન પત્ર આપવા પહોંચ્યા હતાં.ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ઉપ પ્રમુખ ભાવેશ ટાંકએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોઈ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી કે કંપનીઓ દ્વારા લોકડાઉન દરમિયાન નો પગાર આપવામાં આવ્યો નથી હીરા ઉધોગમાં માર્કેટ અત્યારે સારૂં ચાલી રહ્યું છે. તેમજ પોલીસિગ ડાયમંડની ઈન્ટરનેશનલ માર્કેટમાં માંગ હોય તેવી પરિસ્થિતિમાં હીરાઉધોગમાં કામ રત્નકલાકારો ને દિવાળી બોનસ કંપનીઓ દ્વારા આપવામાં આવે તે તેવી અમારી માંગણી છે.

Latest Stories