સુરત : નકલી બારકોડથી ઇ-સ્ટેમ્પિંગ કરી બોગસ ઇ-સ્ટેમ્પ પેપર વેચનાર સ્ટેમ્પ વેન્ડર ઝડપાયો

New Update
સુરત : નકલી બારકોડથી ઇ-સ્ટેમ્પિંગ કરી બોગસ ઇ-સ્ટેમ્પ પેપર વેચનાર સ્ટેમ્પ વેન્ડર ઝડપાયો

સુરત શહેરમાં ઓરિજનલ સિક્યુરીટી પેપર નકલી બારકોડથી ઇ-સ્ટેમ્પિંગ કરીને બોગસ ઇ-સ્ટેમ્પ પેપર બનાવી છેતરપિંડી કરનાર નવાગામ-ડિંડોલીના સ્ટેમ્પ વેન્ડરને કચેરીના અધિક્ષકે ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે છેતરપિંડી, વિશ્વાસઘાત તેમજ સ્ટેમ્પ એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના રિંગરોડ પર શ્રી શામ ચેમ્બર્સમાં સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની ઓથોરાઇઝ કલેક્શન સેન્ટર લાઈસન્સ ધારક સ્ટેમ્પ વેન્ડર પરેશ મહાલે નામનો શખ્સ ઓફિસ ચલાવે છે. છેલ્લા એક વર્ષમાં પરેશ મહાલેને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાંથી 3100 સિક્યુરીટી પેપર આપવામાં આવ્યા હતા. જોકે ઇ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ કચેરી અધિક્ષકને શંકા જતા તેમના દ્વારા પરેશ પાસેથી 300 રૂપિયામાં ત્રણ ઇ-સ્ટેમ્પ પેપર ખરીદાયા હતા.

જોકે પરેશ મહાલેએ તેની કોઈ નોંધ સિસ્ટમમાં ચઢાવી ન હતી. તેથી અધિકારીઓએ તેની ઓફિસમાં તપાસ કરતા તેણે જે 3100 સિક્યુરીટી પેપર કંપનીમાંથી લીધા હતા, તેમાંથી 339 પેપર પર નકલી ઇ-સ્ટેમ્પિંગ કરીને સર્ટિફિકેટ ઇસ્યુ કરી સરકારી રેવન્યુ આવકની ઉચાપત કરી હતી, ત્યારે કંપનીના ડેપ્યુટી મેનેજરે પરેશ મહાલે વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં છેતરપિંડી, વિશ્વાસઘાત તેમજ સ્ટેમ્પ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ ડિંડોલી પોલીસે પરેશ મહાલેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories