• ભેજાબાજ પરિવારનું રિસોર્ટ્ના નામે કૌભાંડ

  • પિતા-પુત્ર અને પત્નીએ સાથે મળીને કરી છેતરપિંડી

  • ભાગીદારોના કરોડો રૂપિયા ચાઉં કરી ગયા

  • મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટના બહાને ખેલ પાડ્યો

  • ઇકોસેલ દ્વારા ત્રણેયની ધરપકડ કરાઈ

સુરતની ઇકોસેલ પોલીસે એક હાઇપ્રોફાઇલ રિસોર્ટ કૌભાંડનો પર્દાફાશ કરીને એક જ પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. આ ઠગબાજોએ રોસિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્કના નામે એક-બે લાખ નહીંપરંતુ પૂરા 12 કરોડ 63 લાખ 19 હજાર રૂપિયાનું આખું કૌભાંડ આચર્યું હતું.

સુરત શહેરમાંથી આર્થિક ગુનાખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છેસુરતની ઇકોસેલ પોલીસે એક હાઇપ્રોફાઇલ રિસોર્ટ કૌભાંડનો પર્દાફાશ કરીને એક જ પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. આ ઠગબાજોએ રોસિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્કના નામે એક-બે લાખ નહીંપરંતુ પૂરા 12 કરોડ 63 લાખ 19 હજાર રૂપિયાનું આખું કૌભાંડ આચર્યું છે.

આ મામલે પકડાયેલા આરોપીઓ કોઈ સામાન્ય ગુનેગાર નથીપરંતુ એક જ ઘરના સભ્યો છે. પકડેલા આરોપીઓમાં ખુશમન રેવાશંકરભાઈ પટેલતેમના પત્ની પુનિતાબેન ખુશમનભાઈ પટેલ અને તેમનો પુત્ર સ્મીત ખુશમનભાઈ પટેલ સામેલ છે. પિતાપુત્ર અને પત્નીની આ ત્રિપુટીએ સાથે મળીને પોતાના જ બિઝનેસ પાર્ટનર્સને ચૂનો લગાવ્યો છે.

આરોપીઓએ મહારાષ્ટ્રના લક્કડકોટ ખાતે આવેલી જમીન પર રોસિયા હિલ રિસોર્ટ તેમજ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કર્યું હતું. આ મોટા પ્રોજેક્ટની લાલચ આપીને તેમણે ભાગીદારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે ફરિયાદીને થોડો નફો પણ ચૂકવ્યો હતોપરંતુ અસલી ખેલ ત્યાર પછી શરૂ થયો હતો.

ભાગીદારોના રોકાણ બાદ આરોપીઓએ રૂપિયા સાડા પાંચ કરોડનો મોટો નફો ચૂકવવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીંફરિયાદી અને અન્ય ભાગીદારોને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા પણ રોકી દીધા હતા,અને રાતોરાત તેનું નામ બદલીને હોટલ ગ્રાન્ડ કાર્નિવલ પરમીટ રૂમ એન્ડ બીયર બાર કરી નાખ્યું હતું. આમઆરોપીઓ ફરિયાદી અને અન્ય ભાગીદારોનું કરોડોનું રોકાણ અને નફો મળીને કુલ 12 કરોડ 63 લાખ 19 હજાર રૂપિયા ઓહિયા કરી ગયા હતા.