/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/21141652/maxresdefault-249.jpg)
રાજયમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહયો છે તો બીજી તરફ ભાજપના નેતાઓ રેલીઓ તથા સરઘસો કાઢવામાં વ્યસ્ત બની ગયાં છે. ગઢડા બેઠક પરથી વિજેતા બનેલા ભાજપના આત્મારામ પરમારનું માંડવીના કરંજ ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું પરંતુ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થતાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી ગયો છે.
તમે જે દ્રશ્યો જોઇ રહયાં છો તે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામના છે. ખુલ્લી જીપમાં સવાર છે તે મહોદય છે તાજેતરમાં ગઢડા બેઠક પરથી વિજેતા બનેલાં ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર. આત્મારામ પરમાર આમ તો ભાજપના એકદમ સિનિયર આગેવાન છે. એક તરફ સરકાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભીડ એકત્ર ન થાય તે માટે નાઇટ કરફયુ સહિતના પગલાંઓ ભરી રહી છે પણ આત્મારામ પરમારને કોરોના વાયરસ કરતાં પોતાના સન્માનમાં વધારે રસ હોય તેમ દ્રશ્યો જોતા લાગી રહયાં છે.
આત્મારામ પરમારના સ્વાગતમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડતાં જાણે કોરોના પણ ગભરાય છે દુર જતો રહે તેમ લાગતું હતું. આત્મારામ પરમારની સાથે સરકારના કેબીનેટ મંત્રી ગણપત વસાવા ખુલ્લી જીપમાં નીકળીને લોકોનું અભિવાદન ઝીલી રહયાં છે. કોરોનાથી બચવા વડાપ્રધાન સમયાંતરે દેશવાસીઓને સલાહ આપી રહયાં છે ત્યારે વડાપ્રધાને ખુદ તેમના પક્ષના નેતાઓ અને આગેવાનોને સલાહ આપવી જોઇએ તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે..