સુરત : સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરનાર મહિલા PSIને અપાયું ગાર્ડ ઓફ ઓનર, પરિજનોનું હૈયાફાટ રૂદન

New Update
સુરત : સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરનાર મહિલા PSIને અપાયું ગાર્ડ ઓફ ઓનર, પરિજનોનું હૈયાફાટ રૂદન

સુરત શહેરના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા 33 વર્ષીય મહિલા પીએસઆઇએ ગત શનિવારના રોજ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે, ત્યારે અંતિમયાત્રા દરમ્યાન તેઓને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

સુરતમાં મહિલા પીએસઆઈ અનીતા જોશી વર્ષ 2013માં ડાયરેક્ટ બેચથી કોન્સ્ટેબલમાંથી પરીક્ષા આપીને પીએસઆઈ બન્યા હતા. શહેરના ઉધના વિસ્તારમાં આવેલ પટેલનગર ચોકીમાં 33 વર્ષીય મહિલા પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા. ગત શનિવારે પોતાની જ સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી મહિલા પીએસઆઈએ આપઘાત કરી લીધો હતો. મહિલા પીએસઆઇ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરના સમયે પોતાના રહેણાંક ક્વાર્ટરમાં આ અંતિમ પગલું ભર્યું હતું. મહિલા પીએસઆઇએ પોતાની મેરેજ એનિવર્સરીના દિવસે જ ડાયરીમાં સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો. જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી અને જીવવું અઘરું લખી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે રવિવારના રોજ તેઓની અંતિમયાત્રા દરમ્યાન પોલીસ સહિત પરિવારજનો જોડાયા હતા. જેમાં સૌપ્રથમ મૃતક મહિલા પીએસઆઇને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, ત્યારે પરિવારજનોના હૈયાફાટ રૂદન અને અશ્રુભીની આંખે તેઓને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Latest Stories