સુરત ખાતે યુવા ગુર્જર મહાસભા દ્વારા સમાજના લોકોને શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે આગળ લઈ જવાના પ્રયાસે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં નીલગિરી સર્કલ પાસે આવેલ ગુર્જર સમાજ ભવન ખાતે યુવા ગુર્જર મહાસભા ગુજરાત કાર્યકારની પ્રથમ બેઠક યોજાય હતી, ત્યારે બેઠકમાં સમાજના યુવા વર્ગમાં શૈક્ષણિક કાર્યો કેવી રીતે વધારી શકાય તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ રાશન કાર્ડ, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન સહિતની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે કેમ્પનું આયોજન થાય, જેથી લોકોને આર્થિક મદદમાં રાહત મળી શકે, ત્યારે વિવિધ સરકારી યોજનાઓ વિષે ચર્ચાઓ કરવામાં આવી હતી.
સમગ્ર બેઠકમાં યુવા ગુર્જર મહાસભાના રાષ્ટ્રીય પ્રમુખ મહાસચિવ લોકેશ ગુર્જર, પ્રવક્તા પંકજ અવાના, હરિયાણા પ્રદેશ અધ્યક્ષ કરમસિંહ ગુર્જર, રાષ્ટ્રીય સચિવ વિજય પાટીલ, યુવા ગુર્જર મહાસભાના પ્રદેશ અધ્યક્ષ સાગર ચૌધરી, કમલેશ ચૌધરી અને વરુણ પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
