• પાંડેસરામાં હત્યાની ઘટનાથી ચકચાર

  • 16 વર્ષીય કિશોરની કરપીણ હત્યા

  • અંગત અદાવતમાં હત્યાને અપાયો અંજામ

  • મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

  • પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

સુરતમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વધુ એક હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં એક માસૂમ કિશોરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં માત્ર 16 વર્ષીય દેવા ગુપ્તા નામના કિશોરની અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ લોહીયાળ ખેલ પાછળ જૂની કે અંગત અદાવત હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંગત અદાવતમાં આ 16 વર્ષના સગીર પર જીવલેણ હુમલો કરી તેને પતાવી દેવાયો છે. બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા પાંડેસરા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પાંડેસરા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને હત્યારાઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની સઘન તપાસ શરૂ કરી દીધી છે.