/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-10.jpg)
સુરતના લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં પિતા-પુત્ર અને પુત્રી
પર જીવલેણ હુમલો કરાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલી પુત્રીનું સારવાર દરમિયાન મોત
થયું છે. 6 મહિનાથી
ચાલી રહેલા ઝગડાની અંગત અદાવતમાં હુમલાનો બનાવ બન્યો હતો.
સુરત શહેરમાં રોજબરોજ ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જઇ રહયો છે ત્યારે હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. 30મીની રાત્રે નજીવી બાબતે ઇમરાન, સલમાન અને કાદિર આણી મંડળીએ 6 મહિનાથી ચાલતા ઝઘડામાં એક જ પરિવારના ત્રણ સભ્યો પર હુમલો કર્યો હતો. ઝગડા બાબતે ભોગ બનનાર પરિવારના સભ્યોએ અનેક વખત પોલીસમાં રજૂઆત કરી હતી પણ પોલીસે કોઇ પગલાં નહિ ભરતા આખરે લોહીયાળ અંજામ આવ્યો હતો. સામાન્ય ઝઘડામાં આપેલી ગાળ યુવતી નસરીનની હત્યા સુધી પહોંચી ગઇ હતી. 30 તારીખે રાત્રીના સમયે ફરિયાદીનો પુત્ર અને પુત્રી લીંબાયત પોલીસ સ્ટેશનથી પરત ફરી રહ્યા હતા. તે સમયે ઇમરાન, સલમાન અને કાદિર આણી મંડળીએ જીવલેણ હુમલો કરતાં પિતા, પુત્ર અને પુત્રીને ઇજા થઇ હતી. પુત્રી નસરીનને માથામાં ગંભીર ઇજા હોવાથી સારવાર હેઠળ હતી જયાં તેનું મોત થયું છે. પોલીસની કામગીરી સામે રોષ દર્શાવી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપતા આખરે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.