સુરતમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે રાત્રિ કરફયુ લગાવી દીધો છે. રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લોકો ઘરોની બહાર નીકળી શકતાં નથી પણ 6 વાગ્યા બાદ લોકો ઘરોની બહાર નીકળી જતાં હોવાથી સોશિયલ ડીસટન્સીંગના ધજાગરા ઉડી રહયાં છે. સુરત શહેરમાં દિવસે સીટી બસોમાં કેવી સ્થિતિ હતી તેનો તાગ કનેકટ ગુજરાતની ટીમે મેળવ્યો હતો…
સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોરોનાનું સંક્રમણ અચાનક વધી જતાં સરકાર સફાળી જાગી છે. દિવસે કરફયુમાંથી છુટછાટ આપવામાં આવી હોવાથી લોકો દિવસ દરમિયાન ખરીદી તથા અન્ય કામો માટે ધસારો કરી રહયાં છે. હવે અમે તમને બતાવી રહયાં છે સુરતના સીટી બસના દ્રશ્યો. કોરોનાના કહેર વચ્ચે બસો મુસાફરોથી ખીચોખીચ ભરાયેલી જોવા મળી રહી છે. શહેરમાં પહેલા 510 જેટલી સીટી બસો દોડાવામાંમાં આવતી હતી. હાલ 210 સીટી બસ શહેરમાં દોડાવામાં માં આવી રહી છે. બસની ઘટ હોવાના કારણે રોજિંદા કામ માટે જતા લોકો જીવના જોખમે પ્રવાસ કરી રહ્યા છે. મુસાફરોની સામે બસોની સંખ્યામાં ઘટાડો થતાં સીટી બસોમાં ઉભા રહેવાની પણ જગ્યા મળતી નથી…